રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં નવ દીકરીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE









મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં નવ દીકરીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા

મોરબીમાં શ્રી ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી, પીજી પટેલ કોલેજ અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી ક્રિષ્ના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત નવમો સમૂહ લગ્ન સંપન્ન કરવામાં આવેલ હતો.

મોરબીના રણછોડનગરમાં આવેલ સાંઈ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. હાલ સુધીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ૨૯૫ દીકરીઓને વિદાય આપવામાં આવી છે. આ વખતે નવ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિધવા બહેનોની દીકરીઓ તથા ગરીબ પરિવારની દીકરીઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. દરેક દીકરીઓને કરિયાવરની અંદરમાં ૬૮ જાતની વસ્તુઓ આપવામાં આવેલ હતી સોના ચાંદીની વસ્તુઓ પણ આપવામાં આવેલ હતી.

સમ્રાટ જવેલર્સ વાળા કિશોરભાઈ રાણપરા તરફથી મોટો સહયોગ આપવામાં આવેલ હતો. સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા માટે દેવકરણભાઈ આદરોજા, ચંદ્રકાંતભાઈ દફ્તરી, ટી.સી. ફૂલતરીયા, રણછોડભાઈ કૈલા, રમેશભાઈ રૂપાલા, રણછોડરાયજી મંદિરના મહંત બાબુભાઈ, વિનુભાઈ ભટ્ટ, બાલુભાઈ કડીવાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. સમૂહ લગ્નમાં દીકરીઓને તૈયાર કરવા માટે ઉમિયા બ્યુટી પાર્લર વાળા ઉમાબેન સોમૈયા તરફથી ફ્રી સેવા આપવામાં આવેલ હતી.

આ સમૂહલગ્નનો લાભ લેનાર દીકરીઓને બ્યુટી પાર્લરના ક્લાસ ફ્રી ઓફ ચાર્જમાં કરાવવામાં આવશે તથા બ્યુટી પાર્લરની કીટ ફ્રી માં આપવામાં આવશે. તે રીતે જ લાભાર્થી દીકરીઓને સીવણ ક્લાસફ્રી કરાવી આપવામાં આવશે તથા સિલાઈનું મશીન ફ્રી માં આપવામાં આવશે.બ્યુટી પાર્લર અને સીવણ ક્ષેત્રે અનુભવ થવાથી દીકરી જાતે પગભર થવા માટે  રોજીરોટી મેળવી શકે તે હેતુ થી આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે.




Latest News