ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન
SHARE
મોરબીના નેશનલ હાઈવે સહિતના માર્ગો ઉપર બેફામ ગતિએ દોડતા નંબર પ્લેટ વગરના ડમ્પર સહિતના ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા લાલા આંખ કરવામાં આવી છે અને એક જ દિવસમાં 20 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે
મોરબીમાં મંગળવારે બપોરના સમયે ટીંબડી ગામના પાટીયા પાસે નંબર પ્લેટ વગરના ડમ્પરમાં ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં છ વર્ષના બાળક અને તેના પિતાનું મોત નીપજ્યું હતું જો કે, મહિલાને ગંભીર ઇજા થઇ હોવાથી તે મહિલા હાલમાં સારવાર હેઠળ છે દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સુચનાથી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મુખ્ય માર્ગો ઉપર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના નેશનલ હાઈવે સહિતના માર્ગો ઉપરથી આગળ કે પાછળ નંબર પ્લેટ ન હોય તે પ્રકારના ડમ્પર સહિતના વાહનો જે પસાર થયા હતા તેમાંથી 20 જેટલા ડમ્પરોને મોરબી જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ઘેલા અને તેઓને ટીમ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને આવી જ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળેલ છે









