મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના 11 દર્દીઓને પોષણ કીટનું વિતરણ


SHARE













મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના 11 દર્દીઓને પોષણ કીટનું વિતરણ

100 Days intensified  Campaign નો હેતુ જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને  જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો  છે. જે અંતર્ગત રોટરી ક્લબ ઓફ મોરબીએ મોરબીની ટીબી હોસ્પિટલ ખાતે જઈને અત્યંત જરૂરિયાતમંદ 11  ટીબીના દર્દીઓને ટીબીની દવાની સાથે-સાથે  દરરોજ પોષણ યુક્ત આહાર લઈ શકે તે તેવા ઉમદા હેતુથી પોષણ યુક્ત રાશન કીટ આપી, તેઓને 12 માસ માટે દત્તક લીધા હતા. આ દર્દીઓને એક વર્ષ સુધી ક્લબ દ્વારા પોષણ યુક્ત રાશન કીટ આપવાની જાહેરાત પણ કરી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના  પ્રેસીડન્ટ કિશોરસિંહ જી.જાડેજાહરીશભાઈ શેઠ, અબ્બાસભાઈ લાકડાવાલા તથા અશોકભાઈ મહેતાએ હાજર રહ્યા હતા સાથે -સાથે હાલ મોરબી જિલ્લામાં 15 દિવસ સુધી રક્તપિત જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું ત્યારે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન-2025 ની થીમ 'ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત ગ્રસ્ત વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએઅંતર્ગત કલેકટર આપેલ રક્તપિત નાબુદી માટેના સંદેશનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તથા લોકોને રક્તપિત અંગે માહિતગાર કર્યા હતા. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષીહેલ્થ વિઝીટર કલ્પેશભાઈ  પાટડિયા તથા હેલ્થ સુપરવાઈઝર દિપકભાઇ વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News