મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબી સ્થાનિક ચૂંટણીમાં ૬૦ થી લઈને ૧૦૦ વર્ષના વયોવૃદ્ધ નાગરિકોએ કર્યું ઉત્સાહભેર મતદાન


SHARE













મોરબી સ્થાનિક ચૂંટણીમાં ૬૦ થી લઈને ૧૦૦ વર્ષના વયોવૃદ્ધ નાગરિકોએ કર્યું ઉત્સાહભેર મતદાન

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજ સવારના ૭ કલાકથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આબાલવૃદ્ધ નાગરિકો સર્વે સાથે મળીને વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા માટે ઉત્સાહભેર ઉમટી રહ્યા છે.તેના ભાગરૂપે આજ રોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ વાંકાનેરના વિવિધ તાલુકા મથક પર ખૂબ મોટી સંખ્યામાં વયોવૃદ્ધ નાગરિકોએ મતદાન કર્યું હતું અને દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.
વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ મતદાન કર્યું

મોરબી જિલ્લામાં આજરોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન  ચાલી રહ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મતદાન કર્યું હતું. તેઓએ પ્રાસંગિક રીતે જણાવ્યું હતું કે આજે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે અમે પણ આજે મતદાન કર્યું છે. આજે લોકશાહીના પાવન પર્વમાં સ્થાનિક નાગરિકો મતદાન કરવા આગળ આવે અને મહતમ રીતે મતદાન કરે તેવી અમારી સર્વેને અપીલ છે.
હું સુરદાસ છું, હંમેશા મતદાન માટે તત્પર રહું છું.

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જન સામાન્યની સાથો સાથ દિવ્યાંગ નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વાંકાનેર હળવદ અને ચંદ્રપૂરમાં હાલમાં અત્યારે ચુંટણીનો ઉત્સાહ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.આ તકે દિવ્યાંગ મતદાર નેપાભાઈ દેવાભાઇ અજાણા (ઉંમર ૫૮) એ જણાવ્યું હતું કે આજના આ લોકશાહીના પવિત્ર પ્રસંગે હું સુરદાસ હોવા છતાં ઉત્સાહભેર દેશ પ્રત્યે મારી ફરજ બજાવવા હાજર થયો છું અને મેં ઉત્સાહભેર મતદાન કર્યું છે. ત્યારે વાંકાનેર તાલુકાના તમામ નાગરિકો મતદાન કરવા માટે આગળ વધે અને અન્યને પણ આજના દિવસે જાગૃત કરે તેવી તેઓએ અંતમાં અપીલ કરી હતી.મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત વાંકાનેર , હળવદ અને ચંદ્રપુરની બેઠકો પર આજ સવારથી ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

ચૂંટણીઓ શાંતિપૂર્વક પાર પડે તે માટે ૧૦૦ થી વધુ પોલીસ સ્ટાફની નિમણુક કરાઈ

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રની સાથે તમામ વિભાગનો સાથ સહકાર સુચારુ આયોજન બદલ મળી રહ્યો છે.મોરબી ડીવાયએસપી એચ એસ સરડાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્વક અને પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન સાથે જિલ્લા પોલીસ તંત્ર ખડેપગે છે. જેમાં ૨ ડીવાયએસપી, ૪ પીઆઈ, ૧૦ પીએસઆઈ અને ૧૨૦ હોમગાર્ડ જવાનો ફરજ પર હાલમાં કાર્યરત છે. મોરબી જિલ્લામાં વાંકાનેર, હળવદ અને ચંદ્રપૂર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સતત ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તમામ ચૂંટણી મથકો આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.






Latest News