મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં બોર્ડની પરીક્ષા પૂર્વે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ યોજાઈ


SHARE













મોરબીમાં બોર્ડની પરીક્ષા પૂર્વે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ યોજાઈ

મોરબી જીલ્લામાં બોર્ડની પરીક્ષાનું સુચારુ ઢબે આયોજન કરવામાં આવે તેના માટે તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આગામી તા 27/2 થી ધો. 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ યોજાઈ ગઈ. જેમાં કલેકટરે સમગ્ર પરિક્ષાના જરૂરી તમામ પાસાઓનો રીવ્યુ કર્યું હતો અને સમગ્ર જીલ્લામાં પારદર્શિતા સાથે વિદ્યાર્થીને યોગ્ય સાનુકૂળ વાતાવરણમાં ગેરરીતિ રહિત પરીક્ષા પૂર્ણ કરવા સુચનો કર્યા હતા અને એસ.ટી.વિભાગ દ્વારા પરીક્ષાના સમયે પરીક્ષા સ્થળો પર પહોંચવા અસુવિધા ન થાય તે રીતે સમયસર બસોના રૂટ ચાલે, પરીક્ષા કેન્દ્રો પર નવા રૂટ ફાળવવા તેમજ વીજ વિભાગને વીજ પુરવઠો અવિરત રિતે મળતો રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી અને અધિક કલેક્ટર દ્વારા પરીક્ષા સમય માટે જરુરી જાહેરનામા તથા તમામ કેન્દ્ર પર જીલ્લાના વર્ગ 1 અને 2 ના અઘિકારીઓની નિમણુંક કરી વહિવટી તંત્રની સીધી દેખરખ હેઠળ પરીક્ષાના આયોજનની વાત રજૂ કરવામાં આવી હતી અને એસપી રાહુલ ત્રિપાઠીએ સમગ્ર પરીક્ષામાં જરૂરી તમામ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા વિશે વાત કરી હતી અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતા તરફથી ધો 10 અને ધો 12 ની પરીક્ષા મોરબી જિલ્લામાં કુલ 17 કેન્દ્રો પર 86 બિલ્ડિંગમાં કુલ 22,844 વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે તેના માટેની તમામ પુર્વ તૈયારી કરી લેવામાં આવેલ છે અને પરીક્ષામાં રોકાયેલ સ્ટાફને જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે અને ધો 10 ના ઝોનલ તરીકે એસ.જે. મેરજા અને ધો 12 ના ઝોનલ તરીકે બી.એલ. ભાલોડિયાને જવાબદારી સોંપવામાં આવેલ છે.






Latest News