મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઘરમાં એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE

















મોરબીના વાવડી રોડે ઘરમાં એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે લાવ્યો હતો અને સારવાર દરમિયાન તેનુ મોત નીપજયું હતું જેથી કરીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા અંબારામભાઈ બાબુભાઇ રાઠોડ (ઉંમર ૩૫) એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેઓને ગંભીર અસર થતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઇને આવ્યા હતા જોકે સારવાર કારગત નીવડે ત્યારે પહેલા જ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી માટે અંબારામભાઈ રાઠોડના આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા 

મોરબીના પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા ભગવાનભાઈ રામાભાઇ મારવાડી નામના ૨૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સારવારમાં સિવિલે લઇ જવાયો હતો. બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ તેને તેના ભાઈના સાળાએ કોઈ બાબતની વાતચીત દરમિયાન થયેલ બોલાચાલી બાદ માર માર્યો હતો જેથી તેને સારવાર માટે લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર એ.જે. ભાદરકા તથા સ્ટાફે શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ નજીકથી પસાર થતા ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૮૪૫૦ અને તેના ચાલક સોહીલ પ્રકાશ રાઠોડ રહે.બજાણા પાટડી સુરેન્દ્રનગરને અટકાવીને રોયલ્ટી પાસ-પરમીટ માંગ્યા હતા જે ન હોવાને લીધે રૂા.૧૦ લાખની કિંમતનું ડમ્પર જપ્ત કરીને હાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ




Latest News