એકદમ નવા કલેક્શન સાથે મોરબીના ઉમા હોલમાં “બ્રાન્ડેડ સેલ”: બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં
મોરબીના લાલપર નજીક સિરામિક યુનીટના લેબર કવાટરમાં એસિડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીના લાલપર નજીક સિરામિક યુનીટના લેબર કવાટરમાં એસિડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીકના સિરામીક યુનિટમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતા યુવાને તેના કવાટરમાં કોઈ કારણોસર એસિડ પી લેતાં તેને મોરબી સિવિલે સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલા સોલો સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા ધવલ અરવિંદભાઈ રાઠોડ નામના ૨૧ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર એસિડ પી લેતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જોકે અહીં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર યુનિટ કાર્યરત ન હોય રાબેતા મુજબ ધવલ રાઠોડને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી હોય કયા કારણોસર ધવલે ઉપરોકત પગલું ભર્યું તે અંગે તેમને પૂછતા ખુલાસો થયો હતો કે મૃતક ધવલ રાજકોટ રહેતો હતો અને હાલમાં મોરબી આવ્યો હતો અને તેના પિતાએ તેને કામ ધંધે લાગી જવાનું કહ્યું હતું જે બાબતનું માઠુ લાગી આવતા તેણે ઉપરોકત પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગોવિંદભાઈ મૂળજીભાઈ સોલંકી (૬૫) રહે.લાલપર પંચાયતની બાજુમાં વાળાએ જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, લાલપર ગામે ઓરસન ઝોન કવાટરના સામેના ભાગે લાલપરથી ભડીયાદ જતા સીસી રોડની સાઈડમાં આવેલ ખુલ્લા પ્લોટમાં અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ પડયો છે. તેથી મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ જઈને તપાસ કરતાં ખુલ્યુ હતું કે ઉપરોકત સ્થળથી આસરે ૩૦ થી ૩૫ વર્ષનો યુવાનનું બીમારી સબબ મોત થતા મૃતદેહ ત્યાંથી મળી આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈને લાસને પીએમ અર્થે મોકલી આપી છે અને અજાણ્યા મૃતક યુવાનના પરિવારજના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”