મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે 


SHARE











મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે 

મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા મા-બાપ વિહોણી તેમજ નિરાધાર દિકરીઓનો પ્રથમ સમૂહલગ્નનું આવતી કાલે ફાગણ વદ-૨ તા. ૧૬-૩-૨૫ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના ગ્રાઉન્ડમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા તા. ૧૬ ને રવિવારના રોજ  પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મા-બાપ વિહોણી તેમજ નિરાધાર ૫ દિકરીઓનો પ્રભુતામાં પગલાં પાડશે.

આ સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવરમાં સોના તેમજ ચાંદીના આભૂષણોથી લઈ જીવનજરૂરીઆતની ૧૧૧ ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.આ સમૂહલગ્નમાં પાંચ યુગલો લગ્નગ્રંથીએ જોડાશે.જેને સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આશીવચન પાઠવશે.આ સમૂહલગ્નને સફળ બનાવવા ભુવા;પ્રદીપભાઈ ચાવડા, ડો.ગણેશ નકુમ, મનસુખભાઇ સોનગ્રા સહિત આવાસની મેલડી યુવા ગ્રુપના કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News