મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
મોરબીમાં આજે બે સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્ય લોકાર્પણ કરશે
SHARE






મોરબીમાં આજે બે સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્ય લોકાર્પણ કરશે
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોનાપુરી સ્મશાન ગૃહ તથા મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાન ગૃહ ખાતે કેન્દ્રીય 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી તથા નવા પ્રાર્થના હોલના બિલ્ડિંગનું આજે મોરબી માળિયાના ધારાસભ્ય તથા મહાપાલિકાના કમિશનની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવશે
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલા સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહ થતાં મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ માધાપર વાડી સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં કેન્દ્રીય 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી તથા નવો પ્રાર્થના હૉલ બનાવવામાં આવેલ છે આ બંને સ્થળે નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી તથા નવા પ્રાર્થના હૉલનું આજે તા 15 ના રોજ સાંજે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને નાયબ કમિશનર સંજયકુમાર સોનીની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવશે ત્યારે રાજકીય અને સમાજિક આગેવાનો સહિતના લોકો ત્યાં હાજર રહેશે. અત્રે ઉલેખનીય છે કે, પહેલા 5 વાગ્યે વેજીટેબલ રોડ પર આવેલા સોનાપુરી સ્મશાન ખાતે કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સાંજે 6 વાગ્યે માધાપર વાડી સોનાપુરી સ્મશાન ખાતે કાર્યક્રમ રાખવામા આવેલ છે.
મોરબીમાં તા.૧૫ એ રાસંગપરનું પ્રખ્યાત રામામંડળ રમાશે
મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ સત્કાર રેસીડન્સી, સતનામ હાઈટ્સ ખાતે આગામી તા.૧૫ માર્ચને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે રાસંગપરનું પ્રખ્યાત રામામંડળ આઈ શ્રી ખોડિયાર રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામદેવપીરના જીવન ચરિત્રને સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. તો આ રામામંડળમાં પધારવવા આયોજક ચંદુભાઈ પ્રાગજીભાઈ અમૃતિયા તથા દિપકભાઈ ચકુભાઈ અમૃતિયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


