મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગૌવંશ કતલના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે


SHARE











મોરબી જીલ્લામાં ગૌવંશ કતલના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે

માળીયા (મિં) અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગૌવંશ કતલનો ગુનો નોંધાયો હતો જે ગુનાઓમાં સંડોવાયેલ પાંચ આરોપીઓની પાસા દરખાસ્ત મુકી હતી જેને મંજુર કરવામાં આવતા એલસીબીની ટીમે પાંચેય આરોપીઓને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલમાં મોકલી આપેલ છે

મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા, માળીયા તાલુકા પીઆઇ આર.સી.ગોહીલ અને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા મિંયાણા અને હળવદ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગૌવંશ કતલનો ગુનો નોંધાયેલ હતો તેમાં સંડોવાયેલ પાંચ આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલાવવામાં આવી હતી જેને જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે અને પાંચ આરોપીઓના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતા જેથી કરીને પાંચેય આરોપીઓને સત્વરે અટકાયત કરવા માળીયાના પીઆઇ આર.સી.ગોહીલને સૂચના આપવામાં આવી હતી જેથી કરીને પીએસઆઇઉ ડી.કે.જાડેજા અને ટીમે પાંચેય આરોપીઓને ઝડપી લીધેલ હતા.

જે આરોપીઓને પાસા હેઠળ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમાં સાઉદીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયા (36) રહે. કાજરડા વાળાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, રમજાનભાઇ ફારૂકભાઇ જામ (35) રહે. જુના અંજીયાસર વાળાને મધ્યસ્થ જેલ વડોદરા, અલાઉદીનભાઇ મુસાભાઈ જામ (20) રહે. કાજરડા વાળને જિલ્લા જેલ ભાવનગર, આમીનભાઇ રહીમભાઇ માણેક (21) રહે. કાજરડા વાળાને મધ્યસ્થ અમદાવાદ જેલ અને અબ્બાસભાઇ મુસાભાઇ મોવર (33) રહે. કાજરડા વાળાને જિલ્લા જેલ જુનાગઢ ખાતે ખસેડવામાં આવેલ છે. આ કામગીરી મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા, માળીયા તાલુકા પીઆઇ આર.સી.ગોહીલ અને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News