મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પેપર મીલમાં રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં મોરબીના જેતપર ગામે અજાણી કાર ચાલકે ધૂળેટી રમતા બાળકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં આજે બે સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્ય લોકાર્પણ કરશે મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે  મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું થોડા દિવસો પહેલા રાત્રી દરમિયાન લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનેલ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે પોકસો, એટ્રોસિટી અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.જેની એસસીએસટી સેલના ડીવાયએસપી તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું ગત તા.૧૦-૩ ના રાત્રિના દસ વાગ્યાથી તા.૧૧-૩ ના વહેલી સવારના પાંચ વાગ્યા સુધીમાં વીસીપરા નજીક આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતો રિયાઝ યુસુફભાઈ સામતાણી મિંયાણા નામનો ઇસમ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોય હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેથી પોલીસે અપહરણ, પોકસો તથા એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ રીયાઝ સામતાણી સામે ગુનો દાખલ કર્યો છે.જેની આગળની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી દલવાડી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (૩૦), શૈલેષ જેઠાભાઈ ઝાકાસણીયા (૩૦) અને કૃષ્ણસિંહ વજુભા રાઠોડ (૪૬) ને તા.૧૩ ના રાત્રિના પીપળી રોડ કોરિયલ સિરામિક નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાઈ હતી.જેને પગલે સ્ટાફના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીનેને તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાના નજીક થયેલ મારામારીમાં ઈજા પામેલ મહેશબેન ઈર્શાદભાઈ પઠાણ નામની ૨૦ વર્ષની મહિલાને સિવિલે સારવાર માટે ખસેડાઈ હતી.તેમજ મોરબીના સામાકાંઠે કેસરબાગ નજીક રાત્રીના સમયે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં વિશ્વજીતસિંહ દોલુભા ઝાલા (ઉમર ૧૮) રહે.આનંદનગર સોસાયટીને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીના માઈન સુપરવાઇઝર વી.એસ.જાડેજા તથા સ્ટાફે ગઈકાલે ૨૫ ટન ફાયર કલે ભરેલ વાહન ડમ્પર નંબર જીજે ૩ બીઝેડ ૮૭૯૭ ના ચાલક ભરત નરસીભાઇ સારલા રહે.પલાસા તા.મુળી જી.સુરેન્દ્રનગરને અટકાવ્યો હતો અને તેની પાસે રહેલ વાહનમાં ભરેલ ખનીજના આધાર પુરાવા માંગ્યા હતા.જે તેની પાસે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી માટે તેનું વાહન જપ્ત કરીને હાલ મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સભારાની વાડી વિસ્તારમાં રહેતો વિશાલ માધાભાઈ પરમાર નામનો ૨૭ વર્ષનો યુવાન બાઈક લઈને તા.૧૩ ના રાત્રિના જતો હતો.ત્યારે પાનેલી તરફના રસ્તે તેના બાઇકની આડે અચાનક કૂતરું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું.જેમાં ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્ક વિસ્તારમાં રહેતા ટીનાબેન પરેશભાઈ બરાસરા નામના ૩૫ વર્ષીય મહિલાને તેઓના ઘરે મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા અને પોલીસને જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલા તપાસ માટે ગયા હતા.જોકે પોલીસ પહોંચે તે પહેલા જ તે મહિલા સારવાર લઈને હોસ્પિટલથી ચાલ્યા ગયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.








Latest News