મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના બે સ્મશાન ગૃહમાં સરકારી 1.50 કરોડની ગ્રાન્ટમાંથી બનેલ ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું


SHARE













મોરબીના બે સ્મશાન ગૃહમાં સરકારી 1.50 કરોડની ગ્રાન્ટમાંથી બનેલ ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્યલોકાર્પણ કર્યું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોનાપુરી સ્મશાન ગૃહ તથા મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાન ગૃહ આવેલ છે તેમાં કેન્દ્રીય 15 માં નાણાપંચની 1.50 કરોડની ગ્રાન્ટમાંથી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી તથા નવા પ્રાર્થના હોલના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આજે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં બંને સ્મશાન ગૃહ ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ પર વર્ષ 1993 થી સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહ આવેલ છે અને આવી જ રીતે મોરબીની પંચાસર ચોકડી પાસે છેલ્લા ઘણા વર્ષોથી માધાપર વાડી સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહ આવેલ છે આ બંને સ્મશાન ગૃહમાં કેન્દ્રીય 15 માં નાણાપંચની 75 75 લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને 1.50 કરોડની ગ્રાન્ટમાંથી બંને સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી તથા નવા પ્રાર્થના હૉલ બનાવવામાં આવ્યા હતા જેનું આજે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ

ત્યારે મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજયકુમાર સોની પણ હાજર રહ્યા હતા તે ઉપરાંત માજી ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, ભોજાભઈ ભરવાડ, દિલીપભાઇ આગેચાણિયા, તુલસીભાઈ પાટડિયા, મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ, મેઘરાજસિંહ ઝાલા, પ્રકાશભાઈ ચબાડ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

આ તકે મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ સ્મશાન ગૃહ 1993 થી શરૂ કરવામાં આવ્યું છે અને ત્યાં આજ દિવસ સુધીમાં કુલ મળીને 6400 કરતાં પણ વધારે લોકોની અંતિમક્રિયા કરવામાં આવેલ છે. અને સ્મશાન ગૃહને સરકારી તરફથી અને ખાસ કરીને મોરબીના દાતાઓ તરફથી ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. વધુમાં ડેપ્યુટી કમિશનર સંજયકુમાર સોનીએ કહ્યું હતું કે, આ સ્મશાનમાં પગ મૂક્યો ત્યારે સ્મશાન નહીં પરંતુ મંદિર હોય તેવું લાગ્યું હતું અને અહીના ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સરકાર તરફથી તેમજ એમપી અને એમએલએની ગ્રાંટમાંથી જરૂર હોય તે વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આટલું જ નહીં અન્ય દાતાઓ પાસેથી પણ જો દાન લેવાની જરૂર ઊભી થશે તો તેના માટે પણ મહાપાલિકા દ્વારા મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

અંતમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, પહેલી વખય ધારાસભ્ય તરીકે સ્મશાનમાં એક લાખની ગ્રાન્ટ આપી હતી જો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 2003 માં આખા ગુજરાતમાં સ્મશાનમાં ગેસ આધારિત ભઠ્ઠી કરવામાં આવે તો ગેસ મફતમાં આપવો તેવો નિર્ણય કર્યો હતો અને ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં પહેલ ગેસ આધારિત ભઠ્ઠી મોરબીના સ્મશાન ગૃહમાં કાર્યરત કરવામાં આવી હતી અને તે ભઠ્ઠીના નિર્માણ માટે મોરબીના સિમપોલો ગ્રૂપના ઠકારશીભાઈ અઘારા તરફથી આર્થિક મદદ કરવામાં આવી હતી જો કે, હાલમાં મોરબીના બે જુદાજુદા સ્મશાનમાં સરકારની 1.50 કરોડ જેવી માતબર ગ્રાન્ટમાંથી નવી ગેસ આધારિત ભઠ્ઠીઓ અને પ્રાર્થના હૉલ બનાવવામાં આવેલ છે અને આગામી દિવસોમાં મોરબીના લોકોની કલ્પના પણ નહીં હોય તેવા કરોડો રૂપિયાના વિકાસ કામો જેમાં ખાસ કરીને નવા બ્રિજ બનાવવામાં આવશે તેમજ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મુખ્યમંત્રીની હાજરીમાં 2000 કરોડના લોકાર્પણ-ખાતમહુર્તની તૈયારીઓ ચાલુ

મોરબી શહેર અને જીલ્લામાં અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે અને અનેક કામ પાઇપલાઇનમાં છે તેવામાં આગામી તા 26 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે અને ત્યારે તેઓની હાજરીમાં મોરબી શહેર અને જીલ્લામાં 2000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવનાર છે તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. અને હાલમાં મોરબીમાં 100 કરોડના વિકાસ કામો માટેની પ્લાન એસટીમેટમ તૈયાર કરવામાં આવ્યું છે જો કે, અધિકારીઓને 200 કરોડના પ્લાન એસટીમેટમ તૈયાર કરવામ\ માટેની સૂચના આપવામાં આવેલ છે.






Latest News