ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પધારો મારા આંગણે રંગારંગ કાર્યક્રમ યોજાયો


SHARE







































મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પધારો મારા આંગણે રંગારંગ કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રંગીન કાર્યક્રમ “પધારો મારા આંગણે”નું આયોજન કરવામાં આવ્યું હતું  ત્યારે કૃષ્ણ-રાધાની છબી, ફૂલની હોળી અને નૃત્યએ ઢળતી સંધ્યામાં અનેરા રંગો પૂર્યા હતા. વિવિધતામાં એકતાનો આ કાર્યક્રમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. લોકોએ તાળીઓના ગલગળાટ આ કાર્યક્રમને વધાવી લીધો હતો. અને દેશની અલગ અલગ પ્રદેશની સંસ્કૃતિના દર્શન પણ એક મંચ પર થયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની રમતો, રેમ્પ વોક અને અન્ય આકર્ષક પ્રવૃત્તિઓએ સૌને આકર્ષ્યા હતા.  મુસ્કાનના વેલ્ફેર સોસાયટીના તમામ સભ્યોએ રેમ્પ પર પોતાનો આગવી પ્રતિભા સાથે અનેરા કામણ પાથાર્યા હતા. તો વિવિધ પ્રદેશોના નૃત્યોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને આ તકે 40 થી વધુ ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર મનોરંજનનો કાર્યક્રમ ન હતો, પરંતુ તે સામાજિક એકતા અને સમરસતાનું પ્રતિક પણ હતો. આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે, સાથો સાથ મોરબી પંથકની મહિલાઓ પણ વધુ ને વધુ સંખ્યામાં જોડાઈ તેવો અનુરોધ સંસ્થાએ કર્યો છે.
















Latest News