મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પધારો મારા આંગણે રંગારંગ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં શિશુ મંદિર ખાતે વિહિપની બેઠક યોજાઇ
SHARE









મોરબીમાં શિશુ મંદિર ખાતે વિહિપની બેઠક યોજાઇ
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાની વ્યાપક બેઠક નવા શિશુ મંદિર શકત શનાળા ખાતે રાખવામાં આવી હતી. જેમા સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનમંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, કર્ણાવતી ક્ષેત્ર બજરંગદળ સંયોજક તથા સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કરનુ માર્ગદર્શન રહ્યું હતું. ત્યારે મોરબીના ઉમીયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજ, કિરીટભાઈ મિસ્ત્રી, વિભાગ અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા સહિતના હાજર રહ્યા હતા. અને વિહીપના બધા જ આયામોનુ કાર્ય અને તેમનુ મહત્વ કિરીટભાઈ મિસ્ત્રી દ્વારા આપવામાં આવ્યું હતુ. વિહિપનો પ્રશિક્ષણ વર્ગ , બજરંગદળનો વર્ગ, દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગ, માતૃશકિત વર્ગ પ્રશિક્ષણ વર્ગનુ મહત્વ પણ કિરીટભાઈ મિસ્ત્રીએ સમજાવ્યું હતું અને આગામી જે કાર્યક્રમો થવાના છે તેની માહીતી સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી.
