ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના ગાંધી ચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE







































મોરબીના ગાંધી ચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

મોરબીના ગાંધી ચોક પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 3,150 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અબ્બાસભાઈ અકબરભાઈ ખુરેશી (30) રહે. સિપાઈવાસ મોરબી, નીતિનભાઈ તરસીભાઇ ચાવડા (54) રહે. વજેપર શેરી નં-9 મોરબી, સફીભાઈ તારમામદભાઈ મોટલાણી (52) રહે. લીલાપર રોડ બોરીચાવાસ મોરબી, મનીષભાઈ મહાદેવભાઇ મહાલીયા (42) રહે. પીપળી ગામ પાસે રામલીલા સોસાયટી મોરબી અને ભાવેશભાઈ જયંતીભાઈ ઠક્કર (50) રહે. નવલખી રોડ લાઇન્સનગર મોરબી વાળા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 3,150 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂની ભઠ્ઠી

હળવદ તાલુકાના રાયધ્રા ગામના પાદરમાં આવેલ મહાદેવભાઇ દેત્રોજાની વાડીએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો તથા તૈયાર 50 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 15,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાદેવભાઇ કાળુભાઈ દેત્રોજા રહે. રાયધ્રા તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
















Latest News