ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ઘરે પડી જવાથી ઇજા પામેલા બાળકનું મોત: માટેલ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારી સબબ બાળકીનું મોત


SHARE

















મોરબીના રફાળેશ્વર ગામે ઘરે પડી જવાથી ઇજા પામેલા બાળકનું મોત: માટેલ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારી સબબ બાળકીનું મોત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ખોડીયાર માતાજીના મંદિરની પાસે રહેતા પરિવારનું બાળક કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઘરે પડી જતા તેને જમણા પગમાં ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા શક્તિસિંહ તી બટુકસિંહ ઝાલા નો 16 વર્ષનો દીકરો હરપાલસિંહ શક્તિસિંહ ઝાલા પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર તે પડી જતા તેને જમણા પગમાં ઈજા થઈ હજેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે

બીમારી સબબ મોત

વાંકાનેર તાલુકાના જૂના માટેલ રોડ ઉપર માટેલ ગામની સીમમાં આવેલ સ્પેન્ટો પેપરમીલની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સુનિલભાઈ રામપ્રસાદ રાવતની 13 વર્ષની દીકરી લાલતી રાવત છેલ્લા 15 દિવસથી બીમાર હતી અને બીમારી સબતેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News