મોરબીના અમરનગર નજીકથી બોલેરોમાં બાંધીને લઈ જવાતી ત્રણ ભેંસને બચાવી: ગુનો નોંધાયો
હળવદના ઇસનપુર ગામે થ્રેસર ઉપર ચડેલા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા મોત
SHARE







હળવદના ઇસનપુર ગામે થ્રેસર ઉપર ચડેલા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા મોત
હળવદ તાલુકાના ઇસનપુર ગામે વાડીએ થ્રેસર ઉપર ચડીને યુવાન કામ કરતો હતો ત્યારે યુવાન વીજ વાયરને અડી જતાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામના રહેવાસી પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા (29) નામનો યુવાન હળવદ તાલુકાના ઇસનપુર ગામે ધીરજભાઈ પોપટભાઈ પરમારની વાડીએ હતો અને ત્યાં થ્રેસર ઉપર ચડીને કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈપણ કારણોસર વીજ વાયરને અડી જવાના કારણે તે યુવાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યાલય હાથ ધરી હતી
મારા મારીમાં ઇજા
મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી હડમાનરામ ઘોઘારામ (40) નામના યુવાનને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ઈજા થઇ હોવાથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
મહિલા સારવારમાં
મોરબીમાં કુબેરનાથ રોડ ઉપર આવેલ મેમણ શેરી પાસે રહેતા ભારતીબેન ચૌહાણ (44) નામના મહિલા કુબેરનાથ મંદિર વાળી શેરીમાં બાઈક ઉપરથી કોઈ કારણસર પડી ગયા હતા જેથી તેઓને ઈજા થઇ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

