મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ એક યુવાનનું હૃદય ધબકાર ચૂકી ગયું-મોત


SHARE











મોરબીમાં વધુ એક યુવાનનું હૃદય ધબકાર ચૂકી ગયું-મોત

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ગઈકાલે એક મજૂર યુવાનનું હૃદય રોગના કારણે મોત નીપજ્યું હતું.દરમિયાનમાં વધુ એક માહિતી સામે આવી છે.જેમાં મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજૂર યુવાનનું પણ હૃદય રોગનો હુમલો આવતા નાની વયે તેનું મોત નિપજેલ હોય પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે એફિલ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરશુરામભાઈ બાલમિકીભાઈ બિંદ નામના ૨૯ વર્ષના મજૂર યુવાનને છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો અને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો.હાલ આ બનાવની તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય સ્ટાફના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને બનાવ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બેલા ગામે ખનીજ ચોરી

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબીના બેલા ગામે બેન્ટા સીરામીકના પાછળના ભાગે રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાંથી વાહન નંબર જીજે ૩૬ વી ૨૨૬૮ માં સાદી માટી ભરેલી હોય તેના ડ્રાઇવર વિવેક રણછોડભાઈ રહે.બેલાને તથા ત્યાં પડેલ કેસરી કલરના હીટાચી જેવા મશીનના ડ્રાઇવર વિકાસ મુનેશ શર્મા રહે.હાલ બેલા પાસે તેઓને દ્વારા કરવામાં આવેલ ખનન બાબતે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા.જે તેઓ પાસે ન હોય દંડ વસુલવા માટે વાહનો જપ્ત કરી તાલુકા પોલીસ હવાલે મુકાયા હતા.તે રીતે જ મોરબીના ભરતનગર ગામ પાસેથી વાહન નંબર જીજે ૩૬ વી ૮૦૭૧ ના ડ્રાઈવર રાજુ નવઘણભાઈ મુવાડીયા રહે.ત્રાજપર વાળાને અટકાવવામાં આવ્યો હતો અને માઈન સુપરવાઇઝર ડી.એમ.નકુમ દ્વારા તેના વાહનમાં ભરવામાં આવેલ ખનીજના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા.જે તેની પાસે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી માટે તે વાહનને પણ જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરાયું હતું.

મારામારીમાં ઈજા

મોરબી વિશીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા અજુરૂદ્દીન મયુદ્દીન કટિયા નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ લક્કી સલુન નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલએ ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડિ.આર.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબી સબજેલ ચોકમાં થયેલ મારામારીના બનાવમાં શેરમામદ ઈબ્રાહીમભાઇ ભટ્ટી (૨૯) રહે.વિસીપરા વાળાને ઇજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News