મોરબીમાં વૃદ્ધની હત્યા કરનારા ત્રણ આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર
SHARE







મોરબીમાં વૃદ્ધની હત્યા કરનારા ત્રણ આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં આવેલ ભગવતી ચેમ્બરમાં ઓફિસ પાસે લોબીમાં સુવા માટે બોલાચાલી કરીને ત્રણ શખ્સો દ્વારા વૃદ્ધને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
મોરબીના આનંદનગર વિસ્તારમાં હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠાગીરી ગોસાઈ (34)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિયાણા રહે. ખીરઈ, ઝાકીર બચુભાઈ સંધિ અને ઈકબાલ હૈદર જેડા રહે. બંને મોરબી વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેની ઓફીસ ત્રાજપર ચોકડી પાસે ભગવતી ચેમ્બરમાં આવેલ છે ત્યા આરોપીઓ લોબીમાં સુવા માટે થઈને આવ્યા હતા અને ત્યારે ફરિયાદીના પિતા અને બાજુમાં ઓફિસ ધરાવતા અન્ય દુકાનદારોએ આરોપીઓને ત્યાં ન સુવા માટે સમજાવતા તે ત્યાંથી જતાં રહ્યા હતા. ત્યાર બાદ ત્રણેય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના પિતાની સાથે ત્રણેય આરોપીઓએ માથાકૂટ કરી હતી અને ત્યારે ફરિયાદીના પિતાને ઝાકીર તથા ઈકબાલે પકડી રાખ્યા હતા અને મુસ્તાકે તીક્ષ્ણ હથિયારના ઘ ઝીકિને ફરિયાદીના પિતાની હત્યા કરી હતી. જેની ફરિયાદ આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
