ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

જાહેરનામુ પ્રસિદ્ધ: મોરબીની શાળાઓમાં લેવાશે ગુજકેટની પરીક્ષા


SHARE







































જાહેરનામુ પ્રસિદ્ધ: મોરબીની શાળાઓમાં લેવાશે ગુજકેટની પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૫ ની પરીક્ષા આગામી તા. ૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૫ ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં ૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૫ ની પરીક્ષા મોરબીમાં શ્રી એસ.વી.પી કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, શ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નવયુગ વિદ્યાલય, કન્યા છાત્રાલય પાછળ, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મલ વિદ્યાલય, કેનાલ પાસે - રવાપર રોડ, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યાલય, ઉમા ટાઉનશીપ પાસે, દોશી એમ.એસ. & ડાભી એન.આર. હાઈસ્કુલ – પંચાસર રોડ બાયપાસ, શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ,વી.સી. ફાટક પાસે સહિતના સ્થાનો પર લેવામાં આવશે ત્યાં આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.
















Latest News