વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત
Breaking news
Morbi Today

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોરબી જિલ્લાની મુલાકાતથી જિલ્લાને મળશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ


SHARE

















મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોરબી જિલ્લાની મુલાકાતથી જિલ્લાને મળશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગામી તા ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાની સંભવિત મુલાકાત આવી રહ્યા છે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ડોમ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, ડાયસ પ્લાન અને આનુષાંગિક વ્યવસ્થાઓ, હેલીપેડ, ગ્રીનરૂમ, લોકાર્પણ થનાર વિકાસ કાર્યોની તખ્તી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો, પીવાનું પાણી, ફાયર ફાઈટર અને કાયદો વ્યવસ્થા જાળવવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી સબંધિત અઘિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આગામી ૨૬ માર્ચના રોજ ગુજરાતના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી શહેર તથા જિલ્લાને અંદાજિત ૧૦૦૦ કરોડથી વધુની રકમના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓમાં જોડાઈ ગયું છે. આ બેઠકમાં એસપી રાહુલ ત્રિપાઠી, અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના અધિકારી હાજર રહ્યા હતા. 




Latest News