ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની કુંભાર શેરીમાં ઘરમાંથી 22 બોટલ દારૂ સાથે એક આરોપી પકડાયો, બે શખ્સની શોધખોળ


SHARE







































મોરબીની કુંભાર શેરીમાં ઘરમાંથી 22 બોટલ દારૂ સાથે એક આરોપી પકડાયો, બે શખ્સની શોધખોળ

મોરબીની કુંભાર શેરીમાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત  એલસીબીની ટીમને મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 22 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ બાબતે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સની સામે ગુનો નોંધી બાકીના બે શખ્સોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ કુંભાર શેરીમાં રહેતા હિતેશ ઉર્ફે મોઢિયો ધોળકિયાના કબજા વાળા રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 22 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 27,423 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિતેશ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા (35) રહે, નવાડીલા રોડ અશોક પાન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ દારૂની બોટલો અંકિત અરુણભાઈ રાઠોડ રહે. નવલખી રોડ શ્રદ્ધા પાર્ક મોરબી તથા એક અજાણ્યા ટ્રક ચાલક પાસેથી મેળવીને પોતાના ઘરમાં રાખી હોવાનું જણાવ્યું હતું જેથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 3 શખ્સોની સામે ગુનો નોંધાયો છે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બે બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી ટંકારા હાઈવે રોડ ઉપર આવેલ કમ્ફર્ટ હોટલ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે મોંઘીદાટ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,346 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ભાવિનભાઈ વિનોદભાઈ ચાવડા (22) રહે. વીરપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સાહિલભાઈ સિદ્દીકભાઈ ચાનિયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય આ બંને શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને સાહિલભાઈ ચાનીયાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
















Latest News