હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ 12,670 ની રોકડ સાથે પકડાયા


SHARE









હળવદના રાયસંગપર ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ 12,670 ની રોકડ સાથે પકડાયા

હળવદના રાયસંગપર ગામની સીમમાં વાડીના સેઢા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હોય પોલીસે 12,670 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાયસંગપર ગામની સીમમાં પરસોત્તમભાઈ છગનભાઈ દલવાડીની વાડીના સેઢા પાસે ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હમીરભાઈ મેરૂભાઈ ચૌહાણ (50), નટવરભાઈ ઉર્ફે ટાબાભાઈ કાનાભાઈ ચાવડા (55), રમેશભાઈ કચરાભાઈ જાંબુકિયા (51), રવજીભાઈ ગોરધનભાઈ લોલાડીયા (50) રમેશભાઈ ઠાકરશીભાઈ ડાભી (40) અને ધનજીભાઈ છગનભાઈ પરમાર (60) રહે. બધા રાયસંગપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 12,670 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં આવેલ મચ્છીપીઠ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ફારુકભાઈ અબુભાઈ દોસાણી (51) રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News