મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

ગંદકી કરનારા સાવધાન: મોરબીમાં જાહેરમાં લઘુશંકા કરી તો દંડ તો થશે જ સાથે હોર્ડીંગ બોર્ડમાં ફોટો પણ આવશે


SHARE











ગંદકી કરનારા સાવધાન: મોરબીમાં જાહેરમાં લઘુશંકા કરી તો દંડ તો થશે જ સાથે હોર્ડીંગ બોર્ડમાં ફોટો પણ આવશે

મોરબીને સ્વચ્છ બનાવવા માટે મહાપાલિકાની જુદીજુદી ટીમો કામ કરી રહી છે તેવાં ઘણી જગ્યાએ લોકો જાહેરમાં લઘુ શંકા કરતાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ગંદકીને રોકવા માટે નવતર અભિગમ મહાપાલિકાએ અપાવ્યો છે અને જાહેરમાં કોઈપણ વ્યક્તિ લઘુ શંકા કરતાં મળી આવે તો તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે આટલું જ નહીં તેના ફોટો પણ હોર્ડીંગ બોર્ડમાં લગાવવામાં આવશે.

તાજેતરમાં મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે જો કે, ઓદ્યોગિક નગરી મોરબીમાં ચોમેર ગંદકી જોવા મળી રહી છે ત્યારે મહાપાલિકાના કમિશ્નર દ્વારા શહેરને સ્વચ્છ બનાવ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં જુદીજુદી સંસ્થાઓનો સહકાર પણ મળી રહ્યો છે જો કે, સફાઈ ઝુંબેશ અંતર્ગત ઘણી જગ્યાએ જાહેરમાં લઘુશંકા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી તેને રોકવા માટે જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથેના બેનરો જાહેર માર્ગ પર મૂકવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને હાલમાં ગાંધી ચોક, શનાળા રોડ બસ સ્ટેશન, જૂના બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં હોર્ડીંગ મૂકવામાં આવેલ છે. તેને નગરજનોએ પણ આવકારેલ છે.

મોરબીમાં રોડ સાઈડના ઉકરડાઓ દૂર કરીને ગંદકી સાફ કરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે, સાફ કરેલ જગ્યાએ જાહેરમાં ઘણા લોકો લઘુશંકા કરતા હોય છે અને ગંદકી ફેલાવે છે જેથી કરીને આવા લોકો પાસેથી દંડ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 50 થી લઈને 500 સુધી દંડ લેવાનો નિર્ણય કર્યો છે અને તે વ્યક્તિનો ફોટો પાડીને મોરબીના જાહેર માર્ગ ઉપરના હોર્ડીંગ બોર્ડમાં પણ લગાવવામાં આવશે જેથી કરીને કોઈપણ વ્યક્તિએ જાહેરમાં લઘુશંકા ન કરવા માટે સેનિટેશન ઈન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા દ્વારા તાકીદ કરવામાં આવેલ છે.

સારા કામ કરે અને જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવેલ હોર્ડીંગમાં ફોટો આવે તે તો સમજી શકાય તેમ છે. પરંતુ મોરબીમાં ગંદકી ફેલવનારાઓને રોકવા માટે હવે મહાપાલિકાએ લાલ આંખ બતાવી છે અને જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથના હોર્ડીંગ મૂકવાનુ શરૂ કર્યું છે જેથી કરીને લોકોને જાહેરમાં લઘુશંકા ન કરવા માટેની જાહેરમાં ચેતવણી આપવામાં આવેલ છે જો કે તેને અવગણીને કોઈ જાહેરમાં લઘુશંકા કરશે તો તેને તંત્ર છોડશે નહીં.






Latest News