ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: મેઘપર ઝાલા ગામે દવા છાંટતા સમયે અસર થયેલ યુવાન અને કચ્છના લાકડીયા ગામે દવા પી ગયેલ સગીરાના સારવાર દરમિયાન મોત


SHARE







મોરબી: મેઘપર ઝાલા ગામે દવા છાંટતા સમયે અસર થયેલ યુવાન અને કચ્છના લાકડીયા ગામે દવા પી ગયેલ સગીરાના સારવાર દરમિયાન મોત

મોરબીની બે જુદી જુદી હોસ્પિટલોમાં ઝેરી અસરને લઈને સારવાર માટે લાવવામાં આવેલ મજુર યુવાન તથા કોળી યુવતીના મોત નિપજેલ છે. જેમાં મોરબી  જીલ્લાના ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામે ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું તેમજ કચ્છ (ભુજ)ના ભચાઉ તાલુકાના લાકડીયા ગામે દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત થતા મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી આ બનાવો સંદર્ભે ટંકારા પોલીસ અને ભચાઉ પોલીસને જાણ કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો મહેશ સોબાનભાઈ મચ્છાર નામનો ૨૫ વર્ષનો યુવાન ગત તા.૧૬-૩ ના સાંજે છએક વાગ્યે ખેતરમાં દવા છાંટતો હતો તે વખતે ઝેરી દવાની અસર થઈ હતી.જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં તેને એડમીટ કરવામાં આવ્યો હતો.દરમિયાનમાં ગત તા.૨૦-૩ ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મહેશભાઇ મચ્છાર નામના મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના ડી.આર.ઝાલાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ અર્થે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.તે રીતે જ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ગામે રહેતી લક્ષ્મીબેન પ્રતાપભાઈ કોળી નામની ૨૮ વર્ષીય યુવતી ગત તા.૧૭-૩ ના રાત્રીના અઢી વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ખળ બાળવાની દવા પી ગયેલ હતી.જેથી બેભાન હાલતમાં તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.અહીં સારવાર દરમિયાન તા.૨૦-૩ ના પોણા અગીયારેક વાગ્યાના અરસામાં લક્ષ્મીબેન કોળી મોત નિપજયુ હતું.જેથી હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આગળની વધુ તપાસ અર્થે ભચાઉ પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારાના વાઘગઢ ગામે રહેતા શામજીભાઈ હંસરાજભાઈ બારૈયા નામનો ૪૮ વર્ષનો યુવાન નસીતપર ગામ પાસેથી બાઈકમાં જતો હતો.ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થતા ઇજા પામતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા લાલાભાઇ બચુભાઈ લાકડીયા નામનો ૨૦ વર્ષનો યુવાન તા.૧૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યે પોતાની રીક્ષા લઈને ઇન્દિરાનગર વિસ્તારમાંથી નીકળ્યો હતો.ત્યારે ત્યાં રસ્તામાં તેની રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.જે બનાવમાં તેને ઈજા થતાં સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ યમુનાનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ભરતસિંહ કરણસિંહ ઝાલા નામના ૫૬ વર્ષના આધેડને ઇજાઓ થવાથી તેઓને અત્રે સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ નજીક ડિવાઇડર સાથે બાઈક અથડાતા ઈજા પામેલ જયપ્રકાશભાઈ બંસલ (ઉંમર ૨૬) રહે.ત્રાજપર ચોકડી પાસે સામાકાંઠે મોરબી-૨ ને ૧૦૮ વડે અત્રેની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.તે કેસની આગળની તપાસ બી.કે.દેથા ચલાવી રહ્યા છે.

પાનેલી ગામે માંડવો

મોરબી તાલુકાના પાનેલી ગામે મસાણી મેલડી માતાનો તિથી માંડવો તથા શનિદેવ મહારાજની મુર્તિ (શીલા) ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જે અંતર્ગત આગામી તા.૨૬-૩-૨૫ ના રોજ દાતાશ્રીઓના સહયોગથી ધર્મોલ્લાસભર્યા ભક્તિભાવમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવશે.માંડવા નિમિત્તે તથા શનિદેવ મહારાજ યજ્ઞ નિમિત્તે જે કાંઈ આવક થશે તે તમામ આવક ગૌમાતાના નિભાવ માટે વાપરવામા આવશે.આ પ્રસંગે બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે.




Latest News