ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની રામકૃષ્ણનગર સોસાયટીમાં ઘરમાંથી 13 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ


SHARE







































મોરબીની રામકૃષ્ણનગર સોસાયટીમાં ઘરમાંથી 13 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ

મોરબીની રામકૃષ્ણનગર સોસાયટીમાં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 13 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીની રામકૃષ્ણનગર સોસાયટમાં મકાન નંબર એન-7 માં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 13 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 7,335 રૂપિયાની કિંમતનો દારૂનો જતો કબજે કર્યો હતો અને આરોપી યોગેશભાઈ રાજેશભાઈ નિમાવત (20) રહે. રામકૃષ્ણનગર એન-7 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

દેશી દારૂ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ શક્તિપરા વૈભવ હોટલની સામેના ભાગમાં રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 45 લિટર દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 9000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (37) રહે. લખધીરપુર રોડ શક્તિપરા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે આ દારૂનો જથ્થો વિજયભાઈ કોળી રહે. નળખંભા તાલુકો થાન વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંનેની સામે ગુનો નોંધ્યો છે અને વિજય કોળીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
















Latest News