મોરબીમાં યુવતીની છેડતી કરનારા આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ
વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં ફ્યુઝ બદલાવતી વખતે વીજશોર્ટ લગતા યુવાનનું મોત
SHARE







વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં ફ્યુઝ બદલાવતી વખતે વીજશોર્ટ લગતા યુવાનનું મોત
વાંકાનેરના ઢુવા નજીક આવેલ કારખાનામાં ફ્યુઝ બદલાવતી વખતે વીજશોર્ટ લાગ્યો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતિ મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામના રહેવાસી વનરાજભાઈ ખોડાભાઈ વનાણી (28) નામનો યુવાન વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ સ્કોવેટ સીરામીકમાં ફ્યુઝ બદલાવવાનું કામ કરતો હતો ત્યારે તેને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.
જુગાર રમતા પકડાયા
મોરબીના રામચોક પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 1,600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને રાજુભાઈ અબ્દુલભાઈ પબાણી (39) રહે. સનાળા બાયપાસ ફીદાય પાર્ક મોરબી તથા મોસીનભાઈ રહીમભાઈ દલ (36) રહે વાવડી રોડ મિલન પાર્ક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

