મોરબીની રામકૃષ્ણનગર સોસાયટીમાં ઘરમાંથી 13 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ
મોરબી નજીક સેફ્ટી ટેન્કમાં પડી જવાથી યુવાનનું મોત થતાં કારખાનના જવાબદાર માણસો સામે ગુનો નોંધાયો
SHARE






મોરબી નજીક સેફ્ટી ટેન્કમાં પડી જવાથી યુવાનનું મોત થતાં કારખાનના જવાબદાર માણસો સામે ગુનો નોંધાયો
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ નજીક સિરામિક કારખાનામાં કોઈ પણ પ્રકારના સેફટી કે સલામતીના સાધનો આપ્યા વગર સેફ્ટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી પાણી ટેન્કરથી ખાલી કરતા હતા દરમિયાન સેફટી ટેન્કમાં પડી જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ કારખાનાના જવાબદાર વ્યક્તિઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે આવેલ રામાપીર ચોકડી 150 ફૂટ રીંગ રોડ પાસે શાસ્ત્રીનગર શેરી નં-11 માં રહેતા જયંતીભાઇ દુદાભાઇ લઢેર (55) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગ્રેસર્ટ સીરામીક કારખાના જવાબદાર માણસો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 15/3 ના રોજ બપોરના 4:30 વાગ્યાના અરસામાં મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ નજીક એડીકોન સીરામીક કારખાનાની અંદર કોઈપણ પ્રકારના સેફટી કે સલામતીના સાધનો આપ્યા વગર ગ્રેસર્ટ સીરામીક કારખાનાની સેફટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી અડીકોન સીરામીક કારખાનાની સેફટી ટેન્કમાં ગંદુ પાણી ટેન્કરથી ખાલી કરાવતા હતા દરમિયાન સેફટી ટેન્કમાં પડી જવાના કારણે ફરિયાદીના દીકરા અજય જયંતીભાઈ લઢેર (25) નું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

