મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી : ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠના વર્ગો ચાલુ કરવા તેમજ ધોરણ ૬-૭ ના વર્ગોને મર્જ કરવાના તઘલખી નિર્ણયની ફેરવિચારણા કરવા રજુઆત


SHARE





























મોરબી : ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠના વર્ગો ચાલુ કરવા તેમજ ધોરણ ૬-૭ ના વર્ગોને મર્જ કરવાના તઘલખી નિર્ણયની ફેરવિચારણા કરવા રજુઆત

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખીત રજૂઆત કરીને જણાવેલ છેકે, ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠના વર્ગો ચાલુ કરવા જોઇએ તેમજ ધોરણ ૬-૭ ના વર્ગોને મર્જ કરવાના તઘલખી નિર્ણય કે જેના થકી પ્રાઇવેટ સ્કુલ ધારકોને જ ફાયદો થવાનો છે તેવા હુકમોમાં ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવો કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ધોરણો આઠના વર્ગો ચાલુ કરવા તેમજ ધોરણો ૬-૭ ના વર્ગોને મર્જ કરવા માટેના હુકમો કરવામાં આવેલ છે.આવા હુકમોના સંદર્ભે જીલ્લા પંચાયતના શિક્ષણ અધિકારીઓ દ્વારા જીલ્લાની તમામ શાળાઓમાંથી કઈકઈ શાળામાં ધોરણ ૮ ના વર્ગો ચાલુ કરવા અને કઈ કઈ શાળાઓમાં ૬ અને ૭ ના વર્ગોને મર્જ કરવા તે બાબતે હુકમો કરવામાં આવેલ છે.આવા હુકમોમાં પણ એક જ રાજ્યમાં દરેક જીલ્લામાં અલગ અલગ ધારા ધોરણો નક્કી કરવામાં આવેલ હોવાનું માલુમ પડેલ છે. જેમ કે રાજકોટમાં ૨૦ વિદ્યાર્થીઓ માટે કલાસ ચાલુ કરવા અને મર્જ કરવાનું નક્કી કરેલ છે, તો મોરબીમાં આ સંખ્યા કઈક જુદી જ છે. તો શું એક જ રાજ્ય માં જિલ્લે જિલ્લે અલગ અલગ ધારા ધોરણો છે ? 

શિક્ષણ વિભાગના આ તઘલખી નિર્ણય થી ગ્રામ્ય વિસ્તારની ઘણી શાળાઓ બંધ થશે. ગામડાના ગરીબ અને મજુર વર્ગના બાળકોને કાં તો અભ્યાસ બંધ કરવાનો સમય આવશે અથવા તો અન્ય ગામોમાં અભ્યાસ અર્થે જવું પડશે અથવા તો પ્રાઇવેટ સ્કુલ માં જવા મજબુર બનશે. એટલે કે સરવાળે આ નિર્ણય થી ફાયદો તો પ્રાઇવેટ સ્કૂલોવાળાઓને જ થશે અને નુકશાન ગરીબ અને મજુર વર્ગને થશે.આજના જમાનામાં જયારે બાળકો ને શિક્ષણ આપવું ખુબજ જરૂરી છે તેવા સમયમાં આવા તઘલખી નિર્ણય દ્વારા બાળકોને અભ્યાસથી વિમુખ કરવાનો જાણે કે કારસો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સરકારે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં અધતન સુવિધાઓ આપીને બાળકોને પ્રાઇવેટ સ્કુલમાં ના જતા સરકારી સ્કુલમાં અભ્યાસ કરવા આવો તે માટે પ્રોત્સાહન આપવું જોઈ તેની જગ્યાએ બાળકોને પોતાના જ ગામમાં આવી સુવિધા ન આપીને કાં તો અભ્યાસથી વિમુખ થવા અથવા તો પ્રાઇવેટ સ્કુલમાં જવા મજબુર કરતા હોય તેવું આ નિર્ણય પર થી લાગી રહ્યું છે. 

સરકારે જાણે કે બધા જ નિર્ણયો કરવામાં વિધાર્થીઓના વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવે તે માટે દરેક ગામ માં એસ.એમ.સી. નું ગઠન કરેલ છે પરતું આ નિર્ણયમાં ક્યાય એસ.એમ.સી. ના લોકોને વિશ્વાસ લેવા માં આવેલ નથી તેવું મારા મિત્ર અને એસ.એમ.સી અધ્યક્ષ શ્રી રમેશભાઈ ખાખરીયા, હડમતીયા પ્રાથમિક સ્કુલ, તા.ટંકારાના સાથે વાત કરતા માલુમ પડેલ છે. તો આ એસ.એમ.સી નું ગઠન કરવાનો ઉદેશ શું છે? તેવું પણ લોકો પૂછી રહ્યા છે.એક બાજુ દેશમાં અને રાજ્યમાં રોજગાર ક્ષેત્રે બેકારી વધી રહી છે ત્યારે આવા નિર્ણય થી ઘણા શિક્ષકો ફાજલ પડશે અને નવા શિક્ષકોની ભરતી થશે નહી જેથી શિક્ષિત બેકારોની સંખ્યા માં પણ વધારો થશે અને પ્રાઇવેટ સ્કૂલોમાં તો આવા લોકો નું શોષણ જ થાય છે તે જગ જાહેર છે.આવા તઘલખી નિણર્યો દ્વારા અગાઉ પણ સરકાર દ્વારા આશરે ૭૦૦૦ જેટલી સ્કૂલો બંધ કરેલ છે અને આ હુકમથી તે સંખ્યામાં પાછો વધારો થશે. તેથી વિનંતી સાથે નમ્ર અપીલ સાથે માંગણી છે કે આ નિણર્યમાં ફેર વિચાર કરી દરેક સ્કૂલોમાં ધોરણ ૮ ના વર્ગો ચાલુ કરવામાં આવે અને ધોરણ ૬-૭ ના વર્ગોને મર્જ ન કરવામાં આવે તેવી લોકો વતી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખીત રજૂઆત કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
















Latest News