મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરાનો બનાવ : કપડાં સિવાઇ ગયા છે તેમ પૂછતા ખબર નથી તેવો જવાબ આપતા યુવાનને પડ્યો માર..!


SHARE

















મોરબીના વીસીપરાનો બનાવ : કપડાં સિવાઇ ગયા છે તેમ પૂછતા ખબર નથી તેવો જવાબ આપતા યુવાનને પડ્યો માર..!

મોરબીના વીસીપરા વિસ્તારમાં નજીવી બાબતે યુવાનને માર પડયો હોવાનું જાણવા મળે છે. મળતી વિગતો મુજબ વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને પૂછવામાં આવ્યું હતું કે કપડાં સિવાઇ ગયા છે..? ત્યારે તે યુવાનને ખબર ન હોય તેણે કહ્યું હતું કે મને જાણ નથી. તેથી ઉશ્કેરાઇ જઇને બે લોકોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હોવાનું જાણવા મળેલ છે. જેથી ભોગ બનેલ મેહુલ તેજાભાઇ અગેચાણીયા કોળી (૪૩) રહે. વીસીપરા વાડી વિસ્તારમાં રહેતા યુવાનને સારવાર માટે લઇ જવાયો હતો બાદમાં મેહુલ કોળીએ તે વિસ્તારમાં જ દશામાઁના મંદિર પાસે રહેતા કિરીટ બાબુ અગેચાણીયા અને બલુ બાબુ અગેચાણીયા નામમાં બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ પૈકીના કિરીટે તેમને પૂછ્યું હતું કે કપડાં સિવાય ગયા છે..? જેથી પોતાને જાણ ન હોવાનું કહ્યું હતું તેથી ઉશ્કેરાઈ જઈને કિરીટ અને બલુએ તેઓને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ચોરીના ગુનામાં રાઉન્ડઅપ 

મોરબીના વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા મુસ્તાક નજીરમહંમદ સંઘવાણી મિંયાણા (૩૦) ધંધો ડ્રાઇવિંગ નામના યુવાનને દસાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.જે.શુકલ દ્વારા ચોરીના ગુનામાં તપાસ અર્થે સીથે લઇ જવામાં આવેલ હોવાનું મોરબી પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

 

ફિનાઇલ પી લેતા સારવારમાં 

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા મીરાપાર્ક વિસ્તારમાં રહેતા કિશનગિરિ અશોકગિરિ ગોસાઇ નામના ૨૬ વર્ષના યુવાને ઘુંટુરોડ એંજલ સિરામિક નજીક ફીનાઇલ પી લેતા તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ચિરાગ નાનજી ચાવડા નામના ૨૨ વર્ષના યુવાને પણ કોઇ કારણસર ફિનાઇલ પી લેતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News