મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કામ દરમ્યાન પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા વૃધ્ધનું મોત


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કામ દરમ્યાન પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા વૃધ્ધનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સીરામીક કારખાનામાં સિમેન્ટના પતરાનું કામ કરતા વખતે 30 ફૂટ ની ઊંચાઈ ઉપરથી વૃદ્ધ નીચે પડ્યા હતા જેથી તેઓને ગંભીર જાઓ થઈ હતી માટે વૃદ્ધને સારવારમાં ખસેડાયેલ હતા જો કેસારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સાવરકુંડલાના રહેવાસી ભીમાભાઇ શીવાભાઈ સોલંકી (59) નામના વૃદ્ધ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સેન્સો સીરામીક કારખાનામાં સિમેન્ટના પતરાનું કામ કરતા હતા ત્યારે 30 ફૂટની ઊંચાઈ ઉપરથી તે નીચે ટકાતા તેઓને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News