મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા-મોરબી તાલુકામાં દારૂની બે રેડ: 7 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE

















ટંકારા-મોરબી તાલુકામાં દારૂની બે રેડ: 7 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

ટંકારા તાલુકાના નેનામ ગામની સીમમાં આવેલ મોરલા વાડીએ તેમજ મોરબીના નવલખી રોડે આવેલ ખાખરાળા નજીક દારૂની બે રેડ કરી હતી જેમાં કુલ મળીને 7 બોટલ દારૂ સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેનામ ગામની સીમમાં આવેલ મોરલા વાડી વાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2810 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કનકસિંહ ઝાલા (38) રહે. શક્તિ માતાજીના મંદિર પાછળ નેકના ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જયારે મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાંથી પીપળીયા રોડ ઉપર નકલંફાટક પાસેથી રિક્ષા પસાર થઈ રહી હતો તે રીક્ષા નંબર જીજે 10 ટીઝેડ 7692 રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,122 ની કિંમતની દારૂની બોટલો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,01,122 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હુસેનભાઇ હાજીભાઈ જામ (35) રહે. જોન્સનગર શેરી નં-11 લાતી પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News