મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ


SHARE













મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ

મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન કે જે મોરબી જિલ્લાના તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની કોઈપણ સમયે કોઈપણ બ્લડની હેન્ડ ટુ હેન્ડ ડોનેશનના ધ્યેય સાથે ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડવા માટે થઈને ચર્ચામાં રહેતું હોય છે અને અત્યાર સુધીમા હજારો લોકોને જીવનદાન આપી ચૂક્યું છે ત્યારે મોરબી જીલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં બ્લડ ની શોર્ટેજ ઉભી થતા બ્લડ સંચાલકો દ્વારા યુવા શક્તિ ફાઉન્ડેશનનો સંપર્ક કરી મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈને યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે સરકારી બ્લડ બેંક પહોચીને 25 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી તકે દર્દીના પરીવારજનો તથા બ્લડ બેંક સંચાલક દ્વારા યુવા શક્તિ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરબીમાં કોઈને પણ કોઈપણ બ્લડની કોઈપણ સમયે તાત્કાલિક જરૂરિયાત માટે તથા કોઈના જરૂરીયાત સમયે સૌથી શ્રેષ્ઠ દાન એવું રક્તદાન કરવા માટે યુવા શક્તિ ફાઉન્ડેશનના હેલ્પલાઈન નંબર 93493 93693 પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.




Latest News