મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બે અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE









હળવદ તાલુકામાં બે અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

હળવદ તાલુકામાં વ્યાજવટાવ, મારામારી અને લૂંટના ગુનામાં સંડોવાયેલ બે અસામાજીક તત્વોની સામે પોલીસે અને રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને અંદાજે એક કરોડની કિંમતની જમીનમાં કરવામાં આવેલ દબાણને દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવેલ છે.

ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરીને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલ હતી જેથી ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ અર.ટી.વ્યાસ અને તેની ટીમે અસામાજીક તત્વોની યાદી બનાવેલ હતી અને અસમાજીક પ્રવૃતીઓ જેવી કે ચોરી, મારામારી, દારૂ વેચાણ, લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલ કુલ ૧૦ આરોપીના ગેરકાયદે દુકાન, મકાન, હોટેલ તોડી પાડવામાં આવેલ છે અને ૮ આરોપીના વીજ કનેક્શન કટ કરીને રોકડ ૧૧,૯૫,૦૦૦ નો દંડ કરેલ છે. દરમ્યાન મંગળવારના રોજ વ્યાજવટાવ તથા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હળવદ માર્કેટ યાર્ડની સામે રહેતા બટુકભાઇ બાબુભાઇ કાંકરેયા જે વ્યાજવટાવ તથા મારામારીમાં સંડોવાયેલ હતો તેનું હળવદ માર્કેટીંગ યાર્ડની સામે રહેણાંક મકાન ડિમોલિશન કરેલ છે અને આશરે 550 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવેલ છે અને જે જમીનની કિંમત ૧૧,૩૭,૩૦૦ થાય છે અને ઘનશ્યામપુર ગામે રહેતા રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલા જે મારામારી તથા લુંટના ગુનામાં સંડોવાયેલ છે તેને સરકારી જમીન ઉપર કબ્જો કરેલ હતો જે જમીન આશરે ૪૦૪૬ ચોરસ મીટર અને તેની કિંમત ૫૯,૯૯,૫૮૦ થાય છે આ બંને સરકારી જમીન આજે ખુલ્લી કરાવવામાં આવેલ છે. ત્યારે ડીવાયએસપી, મામલતદાર, પીઆઇ સહિતના હાજર રહ્યા હતા.




Latest News