હળવદ તાલુકામાં બે અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી રોડ ઉપર 40 સ્થળે કર્યું ડિમોલિશન
SHARE









મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી રોડ ઉપર 40 સ્થળે કર્યું ડિમોલિશન
મોરબીમાં દર અઠવાડિયે કે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવે છે દરમ્યાન મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી પહોચી હતી અને ત્યાં દબાણ ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે 2 દુકાનો, 12 ઓરડીઓ, 5 દુકાનોના ઓટલા, 20 ઝૂંપડા અને એક દીવાલ તોડી પાડવામાં આવી હતી વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી 7 મીટર પહોળો રોડ બની રહ્યો છે. ત્યાં રોડના કામમાં નડતરરૂપ દબાણોને હાલમાં તોડવામાં આવેલ છે.
