ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ દિવસની ઉજવણી કરાઈ


SHARE







































મોરબી મહાનગરપાલિકા દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ દિવસની ઉજવણી કરાઈ

શહેરના આરોગ્ય કેન્દ્રો પર ૩૦ થી વધુ ઉંમરના વ્યક્તિઓનું હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાયું

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ગત તા.૪-૪-૨૫ ના રોજ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ - એનસીડી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં 30 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનું હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ સહિતના રોગોથી બચવા અંગે નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત શહેરીજનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં બિનચેપી રોગનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ બીપી, ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન જેવી બીમારીઓ સામાન્ય બની ગઈ છે, ત્યારે ૩૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ કરાવવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
















Latest News