નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ એપ્રિલના રોજ યોજાશે


SHARE





મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ એપ્રિલના રોજ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૩-૪-૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે લાલબાગ, મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રી તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે.આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ-પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે.અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે.સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે.

ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે.સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં.અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તથા અગાઉ ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં કે ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા મોરબી મામલતદાર-ગ્રામ્યએ યાદીમાં જણાવેલ છે.




Latest News