મોરબી મહાનગરપાલિકા દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ દિવસની ઉજવણી કરાઈ
મોરબી આયુષ હોસ્પીટલના બાળરોગ વિભાગે ઈમરજન્સી સારવાર આપીને ૮ વર્ષના બાળકને ભયમુક્ત કર્યો
SHARE






મોરબી આયુષ હોસ્પીટલના બાળરોગ વિભાગે ઈમરજન્સી સારવાર આપીને ૮ વર્ષના બાળકને ભયમુક્ત કર્યો
મોરબીની આયુષ હોસ્પીટલમાં આધુનિક સારવાર હવે મળી રહી છે ઈમરજન્સી સહિતની સેવાઓ મળતા દર્દીઓને હવે રાજકોટ કે અમદાવાદ ધક્કો ખાવાની જરૂરત પડતી નથી અને ગંભીર રોગમાં કે પછી ઈમરજન્સી જેવી સ્થિતિમાં યોગ્ય સારવાર મળી રહે છે
૮ વર્ષ ના બાળક ને રમતા રમતા હાથમાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું ત્યાર બાદ તેને ખેંચ આવી હતી અને અર્ધ ભાન અવસ્થા થઈ ગયેલ હતી. ત્યાર બાદ બાળકને આયુષ હોસ્પિટલ ના ઇમરજન્સી વિભાગ માં સારવાર માટે લાવેલ. ત્યાં તપાસ કરતા જણાયું કે બાળક બેભાન અવસ્થા માં હતું અને પોતાના શ્વાસોશ્વાસ બંધ થઈ ગયેલ હતા. આયુષ હોસ્પિટલ ની બાળરોગ વિભાગની ટીમ એ તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધેલ હતી અને તેને શ્વાસ ના મોટા મશીન (વેન્ટિલેટર) પર રાખવામાં આવેલ હતું. બે દિવસ ની સઘન સારવાર બાદ બાળક ની તબિયત નોર્મલ થઈ ગયેલ હતી એટલે બાળક ને તંદુરસ્ત રજા કરવામાં આવેલ હતી.દર્દીના પરિવાર દ્વારા આભાર માનવામા આવ્યો.

