વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હસનપર ઓવરબ્રિજ પાસે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા દંપતિ ખંડિત: પતિની નજર સામે પત્નીનું મોત


SHARE













વાંકાનેરમાં હસનપર ઓવરબ્રિજ પાસે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા દંપતિ ખંડિત: પતિની નજર સામે પત્નીનું મોત

વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર હસનપર ઓવરબ્રિજ પાસેથી યુવાન તેના પત્ની સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી અને તેના પત્નીને બંને પગના સાથળના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ આરોપી તેનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતિ મુજબ વાંકાનેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાય (41એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર યુપી 22 એટી 1552 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, નેશનલ હાઈવે રોડ ઉપર હસનપરના ઓવરબ્રિજ પાસેથી તેઓ પોતાના પત્ની મોનાલીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (38ને પોતાના બાઈક નંબર જીજે 36 એઇ 8707 માં બેસાડીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવીને ફરિયાદીના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને શરીરે નાના મોટી ઈજાઓ અને ફ્રેક્ચર થયું હતું જોકે, તેના પત્ની મોનાલીબેનને મોટરસાયકલ સહિત ટ્રક ચાલકે હડફેટે લેતા તેના બંને પગમાં સાથળના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News