મોરબીમાં ભગવાનશ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ નિમિતે શોભાયાત્રા-ધર્મસભા યોજાશે
હળવદના માથક ગામે રસોઈ બનાવતા સમયે કપડાં ઉપર કેરોસીન પડતાં દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત
SHARE







હળવદના માથક ગામે રસોઈ બનાવતા સમયે કપડાં ઉપર કેરોસીન પડતાં દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત
હળવદ તાલુકાના માથક ગામે રહેતી મહિલા પોતાના ઘરે ચૂલામાં રસોઈ બનાવતી હતી ત્યારે ચૂલામાં કેરોસીન નાખીને ડબલાનું ઢાંકણું બંધ કરતી હતી ત્યારે ઢાંકણું બંધ થયું ન હતું અને કેરોસીન તેના કપડા ઉપર ઢોળાતા ચૂલાની આગ મહિલાના કપડામાં લાગી હતી જેથી મહિલા આખા શરીરે દાઝી જતાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું. જે બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા સોનલબેન રૈયાભાઈ સરૈયા (45) નામની મહિલા ગઈકાલે બપોરના 12:30 વાગ્યા પહેલા પોતે પોતાના ઘરે હતી અને ચૂલા ઉપર રસોઈ બનાવી રહી હતી ત્યારે ચાલુ ચૂલામાં કેરોસીનના ડબલામાંથી કેરોસીન રેડીને ડબલાનું ઢાંકણું બંધ કરી રહી હતી ત્યારે ઢાંકણું બંધ થયું ન હતું અને અકસ્માતે કેરોસીન સોનલબેનના કપડા ઉપર ઢોળાતાં ચૂલાની આગ તેના કપડામાં લાગી હતી જેથી સોનલબેન આખા શરીરે દાઝી ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

