હળવદમાં મંગેતરને મૂકવા આવેલા યુવાનને પાંચ શખ્સોએ જૂના ઝઘડાનો ખાર રાખીને પાઇપ વડે માર માર્યો
SHARE
હળવદમાં મંગેતરને મૂકવા આવેલા યુવાનને પાંચ શખ્સોએ જૂના ઝઘડાનો ખાર રાખીને પાઇપ વડે માર માર્યો
ધાંગધ્રા ગામે રહેતો યુવાન તેની મંગેતરને હળવદ મુકવા માટે થઈને પોતાની માતા સાથે આવ્યો હતો દરમિયાન અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને યુવાનને ગાળો આપવામાં આવી હતી અને બાદમાં લોખંડના પાઇપ પડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાન અને એક મહિલાને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રામાં આવેલ કુલગલી પોલીસ લાઈનની પાછળના ભાગમાં રહેતા ગુલમહમદભાઈ ઇબ્રાહીમભાઇ મકરાણી (46)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરીફભાઈ ગુલાબભાઈ ભટ્ટી, સિરાજભાઈ અબુભાઈ ભટ્ટી, ઇમરાન ગુલાબભાઇ ભટ્ટી, રિયાઝભાઈ સલીમભાઈ ભટ્ટી અને મુસ્તાક સલીમભાઈ ભટ્ટી રહે. બધા હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો હિદાયત અને તેની મંગેતર સુહાના તથા ફરિયાદીના પત્ની જુબેદાબેન અને ફરિયાદીનો નાનો દીકરો મહમદશહદ દસાડા ખાતે સગાઈના પ્રસંગમાં ગયા હતા ત્યાં ફરિયાદીના દીકરાને બોલાચાલીને ઝઘડો થયો હતો અને ત્યાં સમાધાન થઈ ગયેલ હતું અને સગાઈ બાદ ફરિયાદીનો દીકરો તેની મંગેતરને પોતાની માતા સાથે હળવદ ખાતે મુકવા માટે આવ્યો હતો ત્યારે આરોપીઓએ બોલાચાલી અને ઝઘડાનું મનદુખ રાખીને ફરિયાદીના દીકરાને ગાળો આપી હતી તથા હિદાયતને લોખંડના પાઇપ વડે મુંઢ મારમારીને ઈજા કરી હતી તેમજ રૂબીનાબેનને હાથના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરેલ હતી અને જન્નથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન અને મહિલાને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.