મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતાના મોતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

વાંકાનેરના પંચાસર રોડ ઉપર ધરમનગરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક પરણીતાના પિતાએ હાલમાં તેના જમાઈ  સહિત ત્રણ સામે દીકરીને મળવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના નાવદ્રા ગામના રહેવાસી અરજણભાઈ માંડાભાઈ ભરડા (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા, અલ્પેશભાઈ મેણશીભાઈ કરગઠીયા રહે. બંને મૂળ દુધાળા ગીર તાલુકો માળીયા હાટીના હાલ રહે વાંકાનેર અને સંજયભાઈ રાણાભાઇ રાઠોડ રહે. ખેર ગામ તાલુકો માળીયા હાટીના વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓની દીકરી જસવંતીબેનને આરોપીઓએ કોઈ પણ કારણોસર શારીરિક દુઃખ ત્રાસ આપી મળવા મજબૂર કરી હતી જેથી કરીને ફરિયાદીની દીકરીએ પોતે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી દીકરીએ કરેલા આપઘાતના બનાવ સંદર્ભે પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ફરિયાદીના જમાઈ અને તેના ભાઈ તેમજ બનેવીની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News