વાંકાનેરમાં પરિણીતાના મોતના બનાવમાં પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
હળવદના ચરાડવામાં ઉપાડ પેટે આપેલા 1700 રૂપિયા પાછા માંગતા યુવાનને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
SHARE







હળવદના ચરાડવામાં ઉપાડ પેટે આપેલા 1700 રૂપિયા પાછા માંગતા યુવાનને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા મજૂર યુવાને દોઢેક વર્ષ પહેલા એક શખ્સને 1700 રૂપિયાનો ઉપાડ આપ્યો હતો જે રૂપિયા પાછા લેવા માટે અવારનવાર તેને કહેવા છતાં તે રૂપિયા પાછા આપતો ન હતો જેથી આ શખ્સ જે ને ત્યાં કામ કરતો હતો તેને યુવાને ફોન કરતા સામે વાળાએ ફોનમાં ગાળો આપીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવામાં આવેલ આંબેડકરનગર નવા તળાવ પાસે રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઈ બાબુભાઈ સોલંકી (23) નામના યુવાને રાજુભાઈ જીલાભાઇ રાજપુત રહે. ચરાડવા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીએ આરોપીની વાડીએ હાલમાં મજૂરી કામ કરતા કરણ ને દોઢેક વર્ષ પહેલા ઉપાડ પેટે 1700 રૂપિયા આપેલા હતા જે પાછા લેવા માટે અવારનવાર કરણને કહેવા છતાં તે રૂપિયા પાછો આપતો ન હતો તેથી ફરિયાદીએ રાજુભાઈને ગત તા. 5/4 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં ફોન કર્યો હતો ત્યારે આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

