ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના ખારચિયાથી આમરણ જવાના રસ્તે બંધ ટ્રક કન્ટેનર પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત, એક સારવારમાં


SHARE







































મોરબીના ખારચિયાથી આમરણ જવાના રસ્તે બંધ ટ્રક કન્ટેનર પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત, એક સારવારમાં

મોરબીના ખારચિયા ગામથી આમરણ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈકમાં બે કૌટુંબિક ભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ સાઈડમાં પાર્ક કરેલા ટ્રક કન્ટેનરની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી બાઈક ચલાવી રહેલા યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને બાઈક ઉપર બેઠેલા તેના કૌટુંબિક ભાઈને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ઇજાગ્રસ્તના પિતાએ મૃતક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા ખારચીયા ગામે રહેતા રમેશભાઈ રેવાભાઇ બોપલિયા (50)એ હાલમાં બાઈક નંબર જીજે 10 બીઇ 1750 ના ચાલક મૃતક સાહિલ રમેશભાઈ બોપલિયા (20) રહે નવા ખારચીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના કૌટુંબિક ભાઈ રમેશભાઈ કાનજીભાઈ બોપલિયાનો દીકરો સાહિલ બાઈક લઈને ખારચિયા ગામથી આમરણ ગામે હનુમાન જયંતિ હોવાથી હનુમાનજીના મંદિરે પ્રસાદી કરવાની હોય તે લેવા માટે જતો હતો ત્યારે બાઈકમાં ફરિયાદીનો દીકરો આર્યન (16) પણ તેની સાથે બેઠેલો હતો દરમ્યાન ખારચીયાથી આમરણ ગામ તરફ જવાના રસ્તા ઉપર નેશનલ હાઈવે રોડ ઉપર રોડ સાઈડમાં ટ્રક કન્ટેનર નંબર જીજે 12 એટી 8284 પાર્ક કરીને મૂક્યું હતું જેની પાછળના ભાગમાં ડ્રાઇવર સાઈડમાં સાહિલે પોતાના હવાલા વાળું બાઈક પકડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સાહિલને મોઢા, કાન તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ફરિયાદીના દીકરા આર્યનને મોઢાના ભાગે ફેક્ચર તથા માથામાં હેમરેજ જેવી ઈજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયેલ છે. હાલમાં અકસ્માતના બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે















Latest News