મોરબીમાં મીસ ડીલીવરી બાદ માનસિક હતાશ રહેતી મહિલાએ જીવનનો અંત આણ્યો
મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE







મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામના ગેઇટ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા વિનોદભાઈ બચુભાઈ બરાસરા (ઉંમર ૩૬) રહે.ગોકુલનગર નવા મકનસર તા.જી.મોરબીને ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે પાછળના ભાગેથી તેમના બાઇકને હડફેટ લેતા વિનોદભાઈને કમર તથા જમણા થાપાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.
લાતી પ્લોટ મારામારી
મોરબી લાટી પ્લોટ શેરી નંબર ૧૪ માં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ત્યાં રહેતા જાવેદ લાખાભાઈ નામના ૨૭ વર્ષના યુવાનને તથા સામેના પક્ષેથી રોશનબેન સાલેમામદ (૫૦), હનીફભાઈ શાહમદાર (૨૫) અને કુલસુમબેન ગફારભાઈ (૩૬) નામના ત્રણ લોકોને ઇજાઓ થઈ હતી.પોલીસે બનાવની નોંધ કરી આ બાબતે વધુ તપાસ કરી હતી.જ્યારે હળવદના દેવીપુર ગામે રહેતા જેરામભાઈ પ્રેમજીભાઈ રંગાડીયા નામના ૬૭ વર્ષના વૃદ્ધને બીમારી સબબ બેભાન હાલતમાં ૧૦૮ વડે અત્રે શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જવાહર સોસાયટી મારામારી
મોરબી સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં જગુબેન ભગવાનજીભાઈ (૬૦), મહેન્દ્ર ભગવાનજીભાઈ (૪૦) અને પ્રદીપ મહેન્દ્રભાઈ (૨૦) ને ઇજા થતાં સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામેના પક્ષેથી ગિરીશભાઈ પ્રતાપભાઈ (૩૯) રહે. વાંકાનેર, સુમિત હસમુખભાઈ (૨૦) અને પિયુષ હસમુખભાઈ (૧૭) રહે.બંને લાલપરને મારામારીમાં ઇજાઓ થઈ હતી.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
જામનગરના મીઠાપુર તાલુકાના આરંભડા ગામે રહેતા સમીર હમિદભાઈ માકડા નામના ૧૯ વર્ષીય યુવાનને મોરબીના સનોરા સીરામીક પાસે અજાણ્યા બાઇક હડફેટે ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબી વીસી ફાટક મેઈન રોડ ખાતે બાઈક સ્લીપ થવાના બનાવમાં અલચાફ ગુલામભાઈ મોવર નામના ૧૬ વર્ષના તરૂણને ઇજાઓ થતા તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
મારામારીમા ઈજા
મોરબીના સામાકાંઠે કુળદેવી પાન પાસે રહેતા રાહુલ પ્રવીણભાઈ ડાભી નામના ત્રીસ વર્ષના યુવાનને માળિયા ફાટક પાસે મારામારીમાં ઈજા થતાં સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે સામેના પક્ષેથી રસીલાબેન સોઢાભાઈ માંડરીયા દેવીપુજક (૪૫) રહે.વાંકાનેર, રતનબેન કરણભાઈ (૧૯) રહે.માળિયા ફાટક અને સુનિલ વિનોદભાઈ સાણંદિયા (૨૦) રહે. માળિયા ફાટક પાસેને ઇજાઓ થઈ હોય તેમને પણ સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.જેથી બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ. જાપડીયાએ નોંધ કરી તપાસ કરી હતી.

