મોરબીમાં બીમારી સબબ સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત
SHARE








મોરબીમાં બીમારી સબબ સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બીમારી સબબ વૃદ્ધને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસે મૃતકના વાલી વારસને શોધીને આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા મનહરભાઈ ત્રિભુવનભાઈ ચારોલા (74) નામના વૃદ્ધને ગત તા. 11/4 ના બપોરના સમયે બીમારી માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને આઇસીયુમાં તેઓને સ્વિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જો કે, આ વૃદ્ધને સારવાર માટે જે લઈને આવ્યા હતા તે ત્યાંથી જતાં રહ્યા હતા જેથી આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા અને તેની ટીમે મૃતકના વાલી વરસને શોધીને બોડીને સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીઝલ પી જતાં સારવારમાં
મોરબીના લાતી પ્લોટ શેરી નં- 4 માં આવેલ જય બજરંગ નામના કોથળાના કારખાનામાં દિનેશ મૂળજીભાઈ ચાવડા (15) નામનો તરુણ ભૂલથી ડીઝલ પી જતાં તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મસાલાની વાડી ખાતે રહેતા દેવજીભાઈ ખોડીદાસભાઇ કંઝારિયા (39) નામનો યુવાન ગોર ખીજડીયા પાસેથી નાની વાવડી ચોકડી તરફ બાઈક લઈને આવી રહ્યો હતો દરમિયાન મસ્જિદ પાસે બાઈક સહિત રસ્તા પર પડી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.
વૃદ્ધા સારવારમાં
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરસ્વતી સોસાયટીમાં રહેતા ચંચીબેન મગનભાઈ ભોરણીયા (65) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા એસટી ડેપો સામેથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે બાઈક ક્લિક થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધાને સારવારમાં ખસેડાયા હતા અને બનાવની પોલીસને જાણ કરી હતી.

