વાંકાનેરના રાતીદેવડી પાસે બાઇકને છોટા હાથી હડફેટે લેતા અકસ્માત: યુવાન, તેની ભાણેજ સહિત ત્રણને ઇજા
ટંકારામાં બે એક્ટિવા અથડાતાં એક યુવાનનું મોત: એકને ઇજા થતાં સારવારમાં
SHARE








ટંકારામાં બે એક્ટિવા અથડાતાં એક યુવાનનું મોત: એકને ઇજા થતાં સારવારમાં
ટંકારામાં લતીપર ચોકડી પાસેથી યુવાન એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં એક્ટિવા લઈને આવેલા શખ્સે અકસ્માત સર્જ્યો હતો અને તે બનાવમાં યુવાનને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જો કે, અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલકને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓટાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામ નજીક આવેલ ક્રિષ્ના સ્કૂલની સામે વેલકમ પ્રાઇડ સોસાયટીમાં રહેતા મયંકભાઇ લલિતભાઈ ભાલોડીયા (22)એ એક્ટિવા નંબર જીજે 36 એએમ 5786 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારાની લતીપર ચોકડી પાસેથી તે પોતાનું એક્ટિવા નંબર જીજે 36 એ 8974 લઈને જઈ રહ્યો હતો દરમિયાન આરોપીએ પોતાની એક્ટિવાને રોંગ સાઈડમાં ચલાવીને ફરિયાદીના એક્ટિવા સાથે અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલક અનવરભાઇ સીદિકભાઇ સરર્વદી રહે. ટંકારા વાળાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

