હળવદના પલાસણ ગામના યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને પથ્થરના ઘા મારીને હત્યા
વાંકાનેરના રાતીદેવડી પાસે બાઇકને છોટા હાથી હડફેટે લેતા અકસ્માત: યુવાન, તેની ભાણેજ સહિત ત્રણને ઇજા
SHARE








વાંકાનેરના રાતીદેવડી પાસે બાઇકને છોટા હાથી હડફેટે લેતા અકસ્માત: યુવાન, તેની ભાણેજ સહિત ત્રણને ઇજા
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સાથે બાઇક ઉપર તેની ભાણેજ સહિત કુલ ત્રણ વ્યક્તિ હતા અને છોટા હાથીના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ઉપર જઈ રહેલા ત્રણેય વ્યક્તિને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગર શેરી નં-5 માં રહેતા જહાગીરભાઇ જમાભાઇ દલ (24) નામના યુવાને છોટા હાથી નંબર જીજે 36 વી 3644 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સામેથી તેઓ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક ઉપર સલમાબેન આશિષભાઈ ભૂંગર અને ફરિયાદીની ભાણેજ અલીના (5) બેઠા હતા અને ટંકારાથી તેઓ વાંકાનેર તરફ જઈ રહ્યા હતા દરમિયાન ફરિયાદીના બાઇક નંબર જીજે 36 એજી 8905 ને છોટા હાથીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને જમણા પગના ગોળાના ભાગે તથા સાહેદ સલમાબેનને શરીરે ફેક્ચર જેવી ઇજાઓ થઈ હતી તેમજ ફરિયાદીની ભાણેજ અલીના ને કપાળ અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

