મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીક પેટ્રોલપંપ પાસેથી બલેનો કાર, રોકડા રૂપિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટની ચોરી: મોરબીમાંથી બાઈકની ઉઠાંતરી


SHARE









ટંકારાના મિતાણા નજીક પેટ્રોલપંપ પાસેથી બલેનો કાર, રોકડા રૂપિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટની ચોરી: મોરબીમાંથી બાઈકની ઉઠાંતરી

ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ખુલ્લી જગ્યામાં કાર ઉભી રાખી હતી જે કાર તથા તેમાં રોકડા રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલ થેલો હતો તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જોડીયા ગામના રહેવાસી અને હાલમાં રાજકોટના બેડી ગામે માર્કેટ યાર્ડની સામે ઇન્દ્રપ્રસ્થ-6 સોસાયટીમાં બ્લોક નં-7 માં રહેતા અમરીશભાઈ હેમરાજભાઈ ભીમાણી (31)એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ટંકારા તાલુકાના મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ગામ નજીક આવેલ શ્રી યદુનંદન પેટ્રોલ પંપની ખુલી જગ્યામાં ફરિયાદીએ પોતાની બલેનો ગાડી નંબર જીજે 36 એએફ 7261 પાર્ક કરીને મૂકી હતી જે 6 લાખ રૂપિયાની કિંમતની ગાડી તથા તેમાં રહેલ થેલામાં 25,000 રૂપિયા રોકડા અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલ હતા જે કારની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં 6,25,000 નો મુદ્દામાલ તથા અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ પાસે બચુબાપાના ઢાબા નજીક પાણીના ટાંકા પાસે બાઈક નંબર જીજે 3 સીએમ 9833 પાર્ક કરીને મૂક્યું હતું જે 40,000 ની કિંમતનું બાઇક ચોરી કરવામાં આવેલ છે જેથી નાનજીભાઈ જીવાભાઈ પરેશા (46) રહે. નવલખી રોડ સેન્ડ કરી ફાટક પાસે મફતિયાપરા મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News