મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા ત્રણ શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ
વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો
SHARE








વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો
વાંકાનેરમાં દુકાન ભાડે આપેલ હતી જેને ભાડુઆત બંધ અને પડતર હાલતમાં રાખતા દુકાનના માલિકે કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે દુકાનદારની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી
વાંકાનેરના નીતીનભાઈ રમણીકલાલ ખરૈયાએ તેમની નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દુકાન ભાડે આપેલ હતી અને ભાડુઆત દુકાનને બંધ અને પડતર હાલતમાં રાખતા હતા જેથી દુકાનનો ખાલી કબ્જો મેળવવા દુકાનદારે ભાડુઆત અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈ સામે વાંકાનેરની કોર્ટમાં રે. દિવાની કેશ નં.૧૦૯/૨૧ થી દાવો દાખલ કર્યો હતો. આ દાવો વાંકાનેર કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદીએ ભાડે રાખેલ દુકાન બંધ અને પડતર હાલતમાં રાખતા હોય દુકાનના કાયમી સ્વરૂપના દુકાનમાં ફેરફાર કરેલ છે. તે મુદો કોર્ટે માન્ય રાખેલ નથી અને પ્રતિવાદી અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈને દુકાન ખાલી કરવા માટે કોર્ટે હુકમ કરેલ નથી. આમ કોર્ટના જજ એસ.કે.પટેલ સાહેબ દ્વારા વાદીની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી આ કેસમાં પ્રતિવાદી પક્ષે મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક અને તેમની સાથે હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ પી.ચાવડા, કિશોરભાઈ સુરેલા ત્થા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.

